Musafir hindi

किताबो का सफरनामा

પુસ્તક શીર્ષક:- વ્યમ રક્ષ

લેખક:- જ્યોતીન્દ્ર મહેતા

પબ્લિકેશન:- શોપિંઝન

ઇબુક -30 રુ મૂલ્ય

પેપરબેક – 170 રુ મૂલ્ય

નમષ્કાર મિત્રો, આજે આપણે માયથોલોજિકલ ઝોનરની નોવેલ વિશે ચર્ચા કરીશું. શુ તમે ક્યારેય વિચાર્યું છે કે કદાચ ને આપણા પુરાણોમાં આવેલા ખલનાયક ફરીથી કોઈ રૂપે જીવિત થાય તો આ દુનિયાનું શુ થશે, અથવા તો કોઈ એવો યોદ્ધા જે પુરી દુનિયાને પોતાની મુઠ્ઠીમાં કરવા માંગે તે પણ આજના આ આધુનિક યુગમાં ? આવા જ વિચારો સાથે લાવી છે “વયમ રક્ષ” જે લેખક “જ્યોતીન્દ્ર મહેતા” હસ્તે લખાયેલ છે. જેને માયથોલોજિકલ થ્રિલર કહી શકાય. એવી નોવેલ કે જેમાં સૃષ્ટિના આરંભને પણ આવરી લેવામાં આવ્યું છે. તો ચાલો માણીએ જ્યોતીન્દ્ર મહેતા દ્વારા લિખિત વયમ રક્ષ નોવેલના રીવ્યુને.

નોવેલની શરૂઆત જ ચમત્કારિક ઉર્જા ગોળાથી થાય છે. તે જ ગોળો જેણે કદાચ આ સૃષ્ટિનું સર્જન કર્યું. દરેક પરિસ્થિતિ કે વાતના ૨ પહેલું હોય. તેમ સૃષ્ટિના સંચાલન માટે શક્તિઓ સાથે સાથે કાળી શક્તિ પણ જરૂરી છે તેમ ૨ ઈશ્વરનો જન્મ થયો. કાળો ઈશ્વર જે પોતાનું વર્ચસ્વ વધારવા નીકળી પડે છે. રામાયણ તો આપણે સૌએ સાંભળી જ છે. તેનો ખલનાયક રાવણના જીવન વિશે જાણવાની લગભગ સહુને ઉત્કંઠા હોય છે. આ નોવેલમાં ખૂબ સારી રીતે લેખક એ જણાવ્યું છે કે કેવી રીતે રાવણ શક્તિશાળી શાસક બન્યો. કેવી રીતે રક્ષ સંસ્કૃતિની સ્થાપના કરવામાં આવી જેનું અંતે પતન થયું. પણ શું ખરેખર એ રક્ષ સંસ્કૃતિનો અંત હતો કે પછી તેના વંશજો હજુ જીવિત હતા? આ રહસ્યમય ગાથાની વાત એટલે વયમ રક્ષ. આ કથામા સામાન્ય માણસ કેવી રીતે શક્તિઓ અર્જિત કરે છે. કેવી રીતે રાવણના વંશજો રક્ષ એટલે કે રાક્ષસોની સંસ્કૃતિથી ભરપૂર પુસ્તકો કે જેમાં મેલી વિદ્યા કે કાળી શક્તિઓની જાણકારી સાચવી રાખે છે ને આખરે તેનો પ્રયોગ કરે છે તે જાણવા માટે નોવેલ તો વાંચવી જ રહી.
લેખક પોતે કહે છે કે તે રાવણના પાત્રથી પ્રભાવિત છે. જે તેમની આ નોવેલમાં ખૂબ સરસ રીતે જોવા મળશે. રાવણ કેવી રીતે પોતાની અલગ સત્તા બનાવે છે શું છે એની શક્તિઓ અર્જિત કરવાનું કારણ? કેવી રીતે તેણે એક નવી સંસ્કૃતિની સ્થાપનાનું બીજ રોપ્યું? કેવી રીતે તેના વંશજો આજના આધુનિક યુગમાં પ્રવેશ્યા.જ્યારે તેમનું તો પતન થયેલ. કેવી રીતે એક સામાન્ય માણસમાં શક્તિનું સંચાર થાય? એવા માણસોને મળે જેને તે ક્યારેય ઓળખતો પણ નથી. અઘોરી,સાધક અને એવા તો કેટલાયે પાત્રોનો સમાવેશ એટલે વયમ રક્ષ.
આ નોવેલની અંદર મિત્રતા, વેર, વૈજ્ઞાનિક ગતિવિધિઓ, ઈશ્વરીય તાકતો, મેલી વિદ્યા, પૌરાણિક પુસ્તકોનો રાઝ, અઘોરી શક્તિઓ જેવા વિશેષ કોન્સેપ્ટનો સમાવેશ થયેલ છે. જો તમને તે શક્તિઓ મળે તો તમે કેવી રીતે તેનો પ્રયોગ કરશો? કમેન્ટ કરી જરૂર જણાવશો. તથા આગળ શું થશે તે જાણવા વાંચો જ્યોતીન્દ્ર મહેતાજીની નોવેલ વયમ રક્ષ. ધન્યવાદ.

આ બુક નીચે ની લિંક થી ખરીદી શકો છો

https://shopizen.page.link/kQKU

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *