Musafir hindi

किताबो का सफरनामा

નમસ્કાર મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું એક રહસ્યમય, થ્રિલર, હોરર સ્ટોરી ગુમનામ વિશે જેમના લેખક પણ ગુમનામ છે. શોપીઝન જેમના દ્વારા ઘણાં પ્રખ્યાત લેખકોની નોવેલ છાપવામાં આવી છે. ગુજરાતી સાહિત્યમાં જેમની આગવી ઓળખ છે એવી એપ દ્વારા બીજા શબ્દોમાં કહીએ તો આ અદ્ભૂત નોવેલ એક ભેટ જ કહી શકાય. જે તમે માત્ર એ એપ પર જઈને માણી શકો છો.

નોવેલની રૂપરેખા કંઈ એવી છે કે દરેક ચેપ્ટરે એ તમને નવા ચહેરા બતાવશે. હજુ સુધી ચાર જ ચેપ્ટર એ પહોંચેલી આ નોવેલ રહસ્ય ઘેરું રાખવામાં અકબંધ છે. આ એક અનોખી મ્યુઝિકલ થ્રિલર નોવેલ છે જેમાં આપ વાર્તા સાથે સાથે ગીત પણ માણી શકશો. જે ખરેખર સોને પે સુહાગા જેવી વાત છે! નોવેલની શરૂઆત લંડનની એક અનોખી મહેફિલથી થાય છે જયાં નવા આર્ટિસ્ટ પોતાની ઓળખ બનાવે છે તો અમુક ઓળખ ગુમાવે છે. તેમાં આવેલ એક ગ્રુપ સેવન સ્નાઇપર્સ જાણે સાત સુર એક તાંતણે બાંધ્યા હોય તેવું અનોખું ગ્રુપ જે પોતાની સિગ્નેચર થીમ માટે ફેમસ હોય છે. સાથે દરેક સમયે પોતાના ટેલેન્ટથી અલગ જ વાતાવરણ ઉભું કરવા અને લોકોને ચોંકાવી દેવા એ એમની ફિતરતમાં હતું. અજાણતા જ એમનું મ્યુઝિક એવું અનેરું જાદુ કરી જાય છે કે વર્ષોથી કોમામાં રહેલ 90 વર્ષના વૃદ્ધના બેસુધ શરીરમાં પ્રાણ ચેતના જાગે છે તેના પગની આંગળીઓ સ્નાઇપર્સના મ્યુઝિક પર ઝૂમી ઉઠે છે. આ જોઈ તેમની પુત્રી સ્નાઇપર્સને વિનંતી કરે છે કે તેઓ ત્યાં હોસ્પિટલમાં પોતાનું પરફોર્મન્સ આપે. તેઓ માની પણ જાય છે તેઓને મોટી ઓફર જો મળી હોય છે. તેઓ પરફોર્મ કરે છે પણ વૃદ્ધના શરીરમાં કોઈ હલનચલન નથી થતી. દરેક વ્યક્તિ નિરાશ થઈ જાય છે અંતે તેઓ પોતાની સિગ્નેચર ટ્યુન વગાડે છે અને તે વૃદ્ધમાં જાણે પ્રાણવાયુ ફૂંકાય છે. તે વૃદ્ધ સેવન સનાઇપર્સને કશું કહેવા માંગે છે પણ કહી નથી શકતા છેવટે મૃત્યુ પામે છે. તેમના મૃત્યુ બાદ સનાઇપર્સના જીવનમા પણ ફેરફાર આવે છે તેમને ડરાવના સપના આવે છે.

શુ હશે આ સિગ્નેચર મ્યુઝિક પાછળનું રહસ્ય? કેમ સનાઇપર્સ જે વૃદ્ધને પહેલી વાર મળે છે તે કશું કહેવા માંગતા હોય છે એ પણ એમના છેલ્લા શ્વાસોની ગણતરીમાં? શુ સનાઇપર્સમા કંઈ ખાસ છે? શુ તેઓ બિહામણા સપના પાછળનું કારણ શોધી શકશે? આ દરેક રાઝ પરથી પડદો હટાવવા શોપીઝન એપ પર જાઓ અને વાંચો “ગુમનામ હૈ કોઈ”.

લેખકે ખૂબ જ સરસ રીતે દરેક પરિસ્થિતિનું વર્ણન કર્યું છે. ગીતો વાંચીને તમને અનુભવ થશે કે તમે કોઈ મ્યુઝિક કોન્સર્ટ એટેન્ડ કરી રહયા છો. સાથે અમુક પુરાતત્વ જાણકારી મળશે. છેક અંગ્રેજો ભારતમાં હતા તે સમયની. રાજસ્થાનના રણપ્રદેશ ઘર બેઠા માણવાનો આનંદ પણ આ નવલકથા આપશે. સાથે જ એક રહસ્યસભર લીલું મોતી જેના સ્પર્શ પછી નવે રસોનો સંચાર કરતું સંગીતથી જ લાગણીઓ દર્શાવતું મ્યુઝિક માણવા મળશે. એક અલગ જ સફર પર જો તમે જવા માંગતા હોય તો જરૂરથી વાંચવી અને આ નોવેલના અંક દર સોમવારે શોપીઝન પર પ્રકાશિત કરવામાં આવે છે તો રાહ શેની જલ્દીથી વાંચો રહસ્યમયી મ્યુઝિકલ હોરર સ્ટોરી “ગુમનામ હૈ કોઈ”

આ નોવેલ ને હમણાં જ વાંચવા નીચે ની લિંક પર જાઓ

https://shopizen.page.link/ceNi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *