Musafir hindi

किताबो का सफरनामा

આજે આપણે એક પ્રસિદ્ધ લેખક વિશે જાણશું જે લગભગ દરેક જોનરને પોતાની કલમ થકી ચુનૌતી આપે છે જેમનું નામ છે કિશન પંડયા. આમ તો પેશાથી ઇજનેર છે પરંતુ માતૃભાષા ગુજરાતીને કૈંક અનેરું આપવાની ખેવનાએ તેમને લેખન તરફ અગ્રસર કર્યા.લેખકની સાથે સાથે તેઓ કવિ પણ છે.

આજે આપણે તેમના દ્વારા લખાયેલ એક કૃતિ વિશે ચર્ચા કરીશું.ગાથા નારી શક્તિની. જે હાલમાં જ ઓડિયો તરીકે કુકુ એફ.એમ. પર ઉપલબ્ધ છે.

1. આ નોવેલને ગાથા નારી શક્તિનું ટાઇટલ આપવા પાછળનું કારણ
જવાબ:

ભારત દેશમાં મધ્યકાલીન સમયથી લઈને 1947 સુધીમાં જે જે મહાન સ્ત્રી વિરાંગના થઈ છે, એમના જીવનના કોઈને કોઈ અંશનો પ્રયોગ કરીને આ નવલકથા લખવામાં આવી છે. જયારે વાર્તા પ્રવાહ સમયના વિશાળ ફલક પર ફેલાયેલ હોય ત્યારે એ નામમાં પણ રજૂ થાય એ ઇચ્છનીય છે. એને લીધે જ આ નામ પસંદ કર્યું.

2. સ્ત્રી સશક્તિકરણ વિશે તમારા વિચારો?
જવાબ:

જયાં સુધી સ્ત્રી તરફ તમે સહાનુભૂતિ રાખશો ત્યાં સુધી કયારેય વાસ્તવિક રીતે સ્ત્રી સશક્તિકરણ નહીં થાય. વાસ્તવિક રૂપમાં એ કાર્ય કરવા માટે તમારે સ્ત્રીને સમાનુભૂતિ રાખવાની છે. સહાનુભૂતિથી લઈને સમાનુભૂતિ સુધીની સફર એ જ સાચું સ્ત્રી સશક્તિકરણ.

3. ગાથા નારી શક્તિની નોવેલ લખવા માટેની પ્રેરણા ક્યાંથી મળી ?

જવાબ:

આ નવલકથા લખવાની શરૂઆત કરી ત્યારે વિશ્વ મહિલા દિવસ નજીકમાં હતો, એને લીધે મહિલાઓ અંગે કશું લખવું હતું. તે ઉપરાંત ભારત દેશની આઝાદીના ઈતિહાસ અને નવલકથા લખવાની પણ ખૂબ લાંબા સમયથી ઈચ્છા હતી. એ બંનેના ફળ સ્વરૂપે આ નવલકથાની શરૂઆત થઈ.
4. તમારા પ્રિય સશક્ત નારી વિશે જણાવો

જવાબ:

ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ. તેઓ માત્ર હથિયાર ચલાવવામાં જ નહીં પરંતુ રાજકીય નિર્ણયોમાં, નીતિ નિર્માણમાં, ત્વરિત વિચારશક્તિમાં , ત્યાગના ગુણમાં એમ તમામ ક્ષેત્રમાં અદભુત કહી શકાય એવી ક્ષમતા ધરાવતા હતા.
5.

નોવેલમાં સમાવિષ્ટ વિશેષ મુદ્દાઓ વિશે થોડી ચર્ચા
જવાબ:

હિંસા વિરુદ્ધ અહિંસા અંગેની વાત. આજની યુવા પેઢીના ઘણા લોકોને પુરા ૧૦ ક્રાંતિકારીના નામ પણ આવડતા હોતા નથી. તે સમયના ઇતિહાસ અંગે કોઈ માહિતી હોતી નથી. માત્ર ફિલ્મોને જોઈને અને સોસીયલ મીડિયા પર આવતા મેસેજ વાંચીને હિંસાનું સમર્થન કરીને તે સમયના મહાન રાષ્ટ્રીય નેતાઓને ગાળો આપવાનું કાર્ય કરે છે. હિંસા અને અહિંસા બંનેનો ભારતની આઝાદીમાં મહત્વનો ફાળો હતો એ વાતને આ નવલકથામાં દર્શાવવામાં આવી છે.
6. આજના સમયમાં ઓડિયોબુક કેટલી મહત્ત્વની છે ?
જવાબ:

ઘણી જ વધારે. મેટ્રો સિટીમાં યંગસ્ટર્સ આજકાલ સીટી બસમાં આવતા-જતા સમય વાર્તા અને એફએમ સાંભળવા માટે ઘણો સમય આપે છે. ભાગદોડવાળા જીવનમાં લોકોને ભાગ્યે જ પેપરબુક ખોલવાનો સમય મળે છે. એવામાં ઓડિયોબુક એ આવનારા સમય આદિ માનવ માટે જે રીતે પૈડાંની શોધ મહત્વની હતી, એ રીતે આજના માનવ માટે મહત્વની સાબિત થાય તો નવાઈ નહીં.

એમની નવલકથા સાંભળવા નીચે ની લિંક પર ક્લિક કરો.

https://kukufm.com/show/ગાથા-નારીશક્તિ-ના-વિવિધ-રૂપોની–કિશન-વિનોદરાય-પંડ્યા/?utm_source=share_sh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *