Musafir hindi

किताबो का सफरनामा

નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણા બ્લોગ મુસાફિર હિન્દી પર જ્યા આજે આપણે ગુજરાતના નાની ઉંમરે શિખર થયેલ લેખક વિશે જાણીશુ જેમનું નામ છે જય પીપરોતર. જેમનો જન્મ પોરબંદરમાં થયો તથા તેમને જવાહર નવોદય વિદ્યાલય થકી માધ્યમિક શિક્ષા પ્રાપ્ત કરી. ત્યારબાદ વાંચનના શોખ બદલ તેઓ ફક્ત લેખક જ નહીં પરંતુ સુજ્ઞ કવિ બન્યા. તેઓનું સૌ પ્રથમ પુસ્તક અક્ષરોની પા પા પગલી એક નવી જ શરૂઆત સાથે આવી રહ્યું છે તો ચાલો માણીએ એમનું ઇન્ટરવ્યૂ

1.સૌપ્રથમ તો તમને તમારા પહેલા પુસ્તક અક્ષરોની પા પા પગલી માટે ખૂબ ખૂબ શુભેચ્છા તો સૌથી પહેલા તો તમે તમારા વિશે જણાવો.

મુજે મોત કા કોઈ ગમ નહીં
બસ શર્ત યહ હૈ કી નસીબ મે,
કફન એ તિરંગા હોના ચાહીયે.મારું નામ જય પીપરોતર, મારો જન્મ પોરબંદરની પવિત્ર ધરા માં રોજીવાડાની રળીયામળી ધરતીમાં થયો અને ગામના વાતાવરણમાં ઉછરીને મોટો થયો. આરંભિક શિક્ષણ ગામ ખાતે મેળવીને માધ્યમિક શિક્ષણ માટે જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો.રમત ગમત ના ક્ષેત્રે અત્યાધિક રુચિ હોવાથી મેં સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ખાતે ગાંધીનગરમાં દાખલ થયા. ત્યાં જ મને સાહિત્ય અને લેખનનો રસ જાગ્યો, રાષ્ટ્રીય શાયર “ઝવેરચંદ મેઘાણી” અને ગુજરાત ના સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર “સાઈ રામ ભાઈ દવે ” ને પોતાના પ્રેરણાસ્ત્રોત બનાવી ને સાહિત્ય વાંચન અને લેખન કાર્યની શુરુઆત કરી, સાથે સાથે રમત ગમત ક્ષેત્રે પણ મારી પ્રચ્છન્ન શક્તિ થી ઉચ્ચ પ્રદર્શન કરી નોંધપાત્ર પુરસ્કારો પ્રાપ્ત કર્યા. માત્ર 21 વર્ષ ની નાની વયે UGC દ્વારા યોજવામાં આવતી NATIONAL ELIGIBILITY TEST સારા એવા ગુણો થી પાસ કરીને સિદ્ધ કરી બતાવ્યું કે મહેનત અને પરિશ્રમથી જીવન ની કોઈ પણ કઠિન પરીક્ષામાં ઉતીર્ણ થઈ શકાય. લેખન કાર્ય ની શરૂઆત મેં “મારું ગામડું ” નામની એક અદ્ભુત કવિતાથી કરી, ત્યારબાદ મેં ક્યારેય પાછું વળીને નથી જોયું , સતત લેખન થી મેં અનેક કવિતાઓ લખી, અને મારા વ્યક્તિત્વ ને એક અનોખું સ્વરૂપ પ્રદાન કર્યું . “કઠિન પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી”

2. તમને લેખન માં કઈ રીતે રસ જાગ્યો અને તમારી લેખન ની શુરુઆત કઈ રીતે થઈ?

હું જ્યારે કોલેજ ના બીજા વર્ષ માં હતો ત્યારે મેં મારી એકલતાને દૂર કરવા મેઘાણી અને સાંઈરામ ભાઈ ને વાંચવાનું શરૂ કર્યું.. ખબર નઇ પણ મારા માં એક અનોખું પરિવર્તન આવ્યું અને હું જોતજોતામાં લખતા શીખી ગયો.
સૌથી પહેલા મેં એક ગામડા નામની કવિતા લખી અને પછી મેં કયારેય લખવાનું છોડ્યું નહિ..
શાયદ માં શારદા ની કૃપા હશે બાકી આ સંભવ જ ન હતું..

3. તમારી પુસ્તક નું શીર્ષક ‘અક્ષરો ની પા પા પગલી ‘ બહુ જ યુનિક છે તો આ શીર્ષક ની શુ કહાની છે? તમારા પુસ્તક વિશે થોડું જણાવો.

કોઈ નાનકડું છોકરું ચાલતા શીખે અને જેમ ધીમે – ધીમે ડગલા માંડે એમ મેં પણ કવિતાઓના જગતમાં નાના – નાના ડગલા માંડયા છે..
મારુ એવું માનવું છે કે મારા દ્વારા લખાયેલા અક્ષરો એ હજુ તો સાહિત્ય ના ક્ષેત્રમાં પા પા પગલી કરી છે..
કાઠિયાવાડ એટલે સિંહોની ધરતી, મેં મારી પહેલી કવિતા સૌરાષ્ટ્રના ગામડા લખી, ત્યારે મને મારા દોસ્ત એ કીધું જાજુ જીવ,પછી એની ટકોર મારતા કીધું કે ગામડા ભલે તે ગોતી લીધા પણ આખું સૌરાષ્ટ્ર હજુ બાકી છે,પછી આખું સૌરાષ્ટ્ર ગોતવા હાલી નીકળ્યો,પાળીયા,પાદર,સિંહ,નેહડા,ગીર ઘણું ખરું ગોતી લીધું, તોય લાગ્યું કે હજુ તો મેં પા પા પગલી કરી છે..
જેની અંદર 78 કવિતાઓ નો સંગ્રહ છે.

.4. તમારી પ્રથમ બુક પેપરબેક માં આવી તો પબ્લિકેશન સાથે કેવો અનુભવ રહ્યો ?

મારી પુસ્તક ને પેપરબેક માં લાવવાં માં સૌથી મોટો કોઈનો હાથ હોય તો એ યંગ ઈન્ડિયા પબ્લિકેશન નો છે,
તે લોકો યુવા લેખકોને પ્રોત્સાહન પૂરું પાડે છે અને વધારે ને વધારે લખવા માટે પ્રેરિત કરે છે.
કેટલીય રાતો જાગી ને આ પુસ્તક નું કામ તે લોકો એ પૂરું કર્યું છે..
તે લોકો સલાહકાર અને સાચા માર્ગદર્શક છે.

5. ગુજરાતી પાઠકો હમેશા કંઈક નવુ વાંચવા માંગે છે તો તમારી પુસ્તક અક્ષરો ની પા પા પગલી માં નવું શું છે ?

ગુજરાતનાં વિભિન્ન પ્રાંતમા વસવાટ કરતા લોકો પોતાના પ્રાંત ઉપર છાતી મોટી કરીને હાલી શકે, એમ ગુજરાતના વિભિન્ન પ્રાંતો વિશે પણ લખ્યું છે, આમ ગુજરાતી પ્રજાને સંબોધતા મારા કાલા – ઘેલા શબ્દોમાં મે ઘણું ખરું લખ્યુ છે.. આ ધરતી માથે શ્ચાસ પછી બીજું કાંઇ જરૂરી હોય જીવવા માટે તો એ પ્રેમ છે, આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ રીતે પ્રેમને પારખી શક્યો નથી.
રડતા લોકોને હસાવે પણ છે અને હસતાં લોકોને રડાવે છે, જીવન જીવવાનું કારણ અને ક્યારેક જીવન ત્યાગવાનું કારણ પણ પ્રેમ હોય છે, આવા જ પ્રેમનો પગ જાલી પા પા પગલી કરાવતી કવિતાનો કલરવ પણ મેં કીધો છે..
હાથ જાલી કવિતાઓનો હું એની પા પા પગલીએ પોરહાવ છું.

6. તમારી આવનારી રચનાઓ વિશે જણાવશોમારુ આવનારું પુસ્તક ભાઈબંધી હશે,જેની અંદર 50 દોસ્તી ઉપર કવિતા અને 50 લેખ હશે….

7 . પાઠકો માટે કોઈ સંદેશ ?

હું એટલું જ કહીશ કે વાત મારી જેને પણ સમજાતી નથી તે ગમે તે હોય ગુજરાતી નથી.

જો તમને આ મુલાકાત ગમી હોય તો શેયર કરો અને અક્ષરો ની પા પા પગલી વાંચવા માટે નીચે આપેલા ફોટો માં બધી માહિતી આપેલી છે .ફરી મળીશું એક નવી મુલાકાત સાથે ત્યાં સુધી આવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *